એક ભમરો

February 18th, 2010 by shvet

એક દિવસ હું બેઠો હતો બાગમાં…
ત્યાં મેં જોયા બે ફુલો મહેંકતા..એક લાલ ગુલાબ ને એક સફેદ મોગરો,
એક ભમરો આવી ગુફ્તગુ કરવા લાગ્યો ગુલાબ સાથે, ને…
મોગરો તડપતો રહી ગયો. . વર્ષો સુધી…મારી જેમ….!

એક વાત…!

February 18th, 2010 by shvet

એક દીવસની વાત છે,એ વાત છે પ્રેમ નામનાં પંખીની…
પણ એ વાતમાં તું કે હું નથી છતાં જાણે આપણાં વગર અધુરી છે એ વાત….
એ વાત છે બાગમાં ખીલેલા ફુલોની,,
લહેરાતા મંદમંદ પવનની અસર તળે એ ઝુમી રહ્યા છે…
ને વરસાદના વિરહ વચ્ચે એક ભમરો ગુંથી રહ્યો છે પ્રેમની માળા.
હું જોઈ રહું છુ બારીમાંથી એ બધું ‘મૌન’ બનીને..
ને મારી નજર છે ઉપર આકાશમાં…શોધી રહી છે તારા સ્મિતના વાદળોને…
મારા તરસ્યા હૈયાને તારા છલકાતા હાસ્યની થોડીથોડી જો બુંદો મળી જાય,,,

પ્રેમ

February 17th, 2010 by shvet

હું એક એવા પ્રેમની કલ્પના કરી શકુ છુ..
કે જ્યાં ઝરણાની જેમ વહેતી નદી હોય…
જ્યાં બાગમાં બોલી શક્તા ફુલો હોય…
જ્યાં ચંચળ પતંગિયા જેવો પવન હોય…
જ્યાં લહેરાતા હાસ્ય ની સુગંધ હોય…
હું બેઠી હોય શરમાઈને શાંત એકલી,
ને છતાં મારા શ્વાસો કોઇ ની સાથે અથડાતા હોય….
જ્યાં મૌનની અલગ જ ભાષા હોય…
ને જ્યાં તમે ના હોવા છતા તમારો સ્વપ્નપ્રેમ હંમેશા હાજર હોય..
એ પ્રેમમાં હું ખોવાતી જાઉં મારી કલ્પના થકી ધીરેધીરે ને ભુલાતી જાઉં મારા ખુદના અસ્તિત્વને…તનમનથી ભીંજાતી જાઉં એ અલૌકિક આંનંદમાં…..
ને હું બની જાઉ તારા રહદયનુ ફુલ કાયમ માટે…..!

મારી એકલતા

February 17th, 2010 by shvet

અડધી બારી રાતે ઊઘાડી રહી ગઈ….
ને ચાંદની ‘નીરવતા’ માં તડપતી રહી

Hello world!

February 17th, 2010 by shvet

Welcome to Gujaratiblogs.com. This is your first post. Edit or delete it, then start blogging!