Posts Tagged ‘એક વાત’

એક ભમરો

Thursday, February 18th, 2010

એક દિવસ હું બેઠો હતો બાગમાં…
ત્યાં મેં જોયા બે ફુલો મહેંકતા..એક લાલ ગુલાબ ને એક સફેદ મોગરો,
એક ભમરો આવી ગુફ્તગુ કરવા લાગ્યો ગુલાબ સાથે, ને…
મોગરો તડપતો રહી ગયો. . વર્ષો સુધી…મારી જેમ….!

એક વાત…!

Thursday, February 18th, 2010

એક દીવસની વાત છે,એ વાત છે પ્રેમ નામનાં પંખીની…
પણ એ વાતમાં તું કે હું નથી છતાં જાણે આપણાં વગર અધુરી છે એ વાત….
એ વાત છે બાગમાં ખીલેલા ફુલોની,,
લહેરાતા મંદમંદ પવનની અસર તળે એ ઝુમી રહ્યા છે…
ને વરસાદના વિરહ વચ્ચે એક ભમરો ગુંથી રહ્યો છે પ્રેમની માળા.
હું જોઈ રહું છુ બારીમાંથી એ બધું ‘મૌન’ બનીને..
ને મારી નજર છે ઉપર આકાશમાં…શોધી રહી છે તારા સ્મિતના વાદળોને…
મારા તરસ્યા હૈયાને તારા છલકાતા હાસ્યની થોડીથોડી જો બુંદો મળી જાય,,,